અમદાવાદઃસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 142.43 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 60,806.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21.75 પોઈન્ટ (0.12 ટકા)ના ઉછાળા સાથે 17,,893.45ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોAdani Group Share: અમેરીકાથી આ ખબર આવતા જ અદાણીના શેરમાં મોટો ઘટાડો
શેરબજારની આની સ્થિતિઃવિકલી એક્સપાયરીના દિવસે બજારમાં વેપાર જોવા મળ્યો હતો. જ્યારે અંતે સેન્સેક્સ- નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા હતા. તો આજના વેપારમાં મેટલ, રિયલ્ટી, ઑટો શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. ઉપરાંત ઈન્ફ્રા, એનર્જી, એફએમસીજી શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ આઈટી, પીએસઈ શેર્સમાં સામાન્ય તેજી જોવા મળી હતી. બ્રોડર માર્કેટની વાત કરીએ તો, મિડકેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ થયા હતા.