અમદાવાદશેરબજારમાં 4 દિવસના કડાકા પછી આજે ભારતીય શેરબજારમાં (Stock Market India) બાઉન્સબેક જોવા મળ્યો છે. ત્યારે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 721.13 પોઈન્ટ (1.20 ટકા)ના વધારા સાથે 60,566.42ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 207.80 પોઈન્ટ (1.17 ટકા)ની તેજી સાથે 18,014.60ના સ્તર પર બંધ થયો હતો.
Stock Market India પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસે (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. જોકે, આજે દિવસની શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હતી, પરંતુ આખરે પરિણામ અલગ જ સામે આવ્યું છે. સેન્સેક્સમાં 700 પોઈન્ટનો (Bombay Stock Exchange News)ઉછાળો આવ્યો છે.
Stock Market India પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.17 ટકા, એસબીઆઈ (SBI) 4.02 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.12 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 2.69 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 2.65 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સસિપ્લા (Cipla) -2.02 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.99 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -1.43 ટકા, નેશલે (Nestle) -1.17 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -0.47 ટકા.