અમદાવાદઃસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 355.06 પોઈન્ટ (0.62 ટકા)ની તેજી સાથે 57,989.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114.45 પોઈન્ટ (0.67 ટકા)ના વધારા સાથે 17,100.05ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃPaytm UPI Liteના યુઝર્સની સંખ્યા 2 મિલિયનને પાર, દરરોજ 5 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન
નિષ્ણાતના મતેઃટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નાણાકીય ક્ષેત્રમાં અરાજક્તા વચ્ચે બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી રહી છે. યુએસ ખાતે સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના પતનથી આની શરૂઆત થઈ હતી. ને હવે તે યુરોપીયન બેન્કો ખાસ કરીને ક્રેડિટ સ્વીસ સુધી પહોંચી છે. વૈશ્વિક બેન્કિંગ શેર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. સ્થાનિક સ્તરે પણ બેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટી 17,000ના સાઈકોલોજિકલ સપોર્ટ નજીક છે. છતાં ઘટાડાની ગતિ ચિંતાનો વિષય છે. જો તે 16,950ની નીચે ઊતરશે આગામી દિવસોમાં 16,860-16,700 ઝોન તરફ આગળ ધકેલશે. જ્યાં સુધી 17,320ની ઉપર બંધ ન થાય ત્યાં સુધી ટ્રેડર્સે જાગ્રત રહેવું અને તેમની શોર્ટ પોઝિશન જાળવી રાખવી જોઈએ.