અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 123.63 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 60,348.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42.95 પોઈન્ટ (0.24 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,754.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ છેલ્લા દિવસે શેરબજારમાં તેજી આવતા રોકાણકારોના ખિસ્સા ભરાઈ ગયા હતા.
આ પણ વાંચોઃIncome Tax: આવકવેરા વિભાગના પોર્ટલમાં જાણો તમારો AIS રિપોર્ટ
નિષ્ણાતના મતેઃ ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના સીએમડી દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નકારાત્મક વૈશ્વિક સંકેતો સૂચકાંકોમાં વધુ ઘટાડો નોતરી રહ્યા છે. યુએસ ફેડ અધ્યક્ષ જેરોમ પોવેલે ફૂગાવાને નિયંત્રિત કરવા તેમના હોકિશ વલણનું રટણ ચાલું રાખતાં બજારોમાં મંદી ફરી વળી છે. યુએસ સ્થિત સિલિકોન વેલી બેન્ક ફાઈનાન્શિયલ ગૃપે તેની બેલેન્સ શિટને મજબૂત કરવા શેર વેચાણ શરૂ કર્યા પછી ઘટાડાને વેગ મળ્યો છે. તો આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં કુલ 2.52 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું છે. સૌની નજર 10 માર્ચે યુએસ જોબ ડેટા પર રહેશે. રોકાણકારોની નજર ભારતના ફૂગાવાના અહેવાલ પર પણ છે, જે 13 માર્ચે રિલીઝ થવાનો છે અને માર્ચે યુએસ ફૂગાવાના અહેવાલ પર છે.