અમદાવાદઃસપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 899.62 પોઈન્ટ (1.53 ટકા)ના વધારા સાથે 59,808.97 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 272.40 પોઈન્ટ (1.57 ટકા)ના ઉછાળા સાથે 17,594.30ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં આવેલા એકાએક ઉછાળાના કારણે રોકાણકારોના ખિસ્સા પૈસાથી ભરાઈ ગયા છે.
આ પણ વાંચોઃEducation Investment: બાળકોની શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા 8થી 10 વર્ષ અગાઉથી કરવી પડશે તૈયારી
નિષ્ણાતના મતેઃટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયા ફેબ્રુઆરી સર્વિસ પીએમઆઈ જાન્યુઆરીમાં 57.2ની સામે 59.4 પર આવ્યો હતો, જે સ્થાનિક સ્તરે સકારાત્મક છે, પરંતુ વૈશ્વિક મોરચે, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો ઈક્વિટી માર્કેટમાં કોઈ પણ લાભને રોકશે. FIIનું વેચાણ લાંબાગાળાના રોકાણકારો માટે ખાસ કરીને બેન્કિંગમાં ઉચ્ચ ગુણવત્તાવાળા શેરો એકઠા કરવાની તક હશે. 17,455ની ઉપર આત્મવિશ્વાસપૂર્વક બંધ થવાના સાક્ષી થતાં જ બુલિશ પેટર્ન તેના રિવર્સલ પ્રોપર્ટીઝને સક્રિય કરશે. સાવચેત રહેવાનું આદર્શ છે. કારણ કે, કિંમત તેના 17,300-17,130ના સપોર્ટ ઝોનમાં પ્રવેશી ગઈ છે.