ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં સામાન્ય તેજી, સેન્સેક્સ 62,000ને પાર - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 20.96 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News)28.65 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં સામાન્ય તેજી, સેન્સેક્સ 62,000ને પાર
Stock Market India છેલ્લા દિવસે શેરબજારમાં સામાન્ય તેજી, સેન્સેક્સ 62,000ને પાર

By

Published : Nov 25, 2022, 3:57 PM IST

અમદાવાદસપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 20.96 પોઈન્ટ (0.03 ટકા)ના ઉછાળા સાથે 62,293.64ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 28.65 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 18,512.75ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની સ્થિતિ

નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેન્ક નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યો છે. બુધવારે ફેડ મિનિટ્સમાં કમિટિના કેટલાક સભ્યો અગાઉના અંદાજ કરતાં રેટ ઊંચા સ્તરે સમાપ્ત થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. તો નિફ્ટીએ 18,400-18,460ના સપ્લાય ઝોનને પાર કર્યો છે. જ્યારે 18,500નું સ્તર પાર થતાં નિફ્ટી નવા ઝોનમાં પ્રવેશ્યો છે અને તે નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતા છે. નીચામાં 17,880નો સપોર્ટ રહેશે. ઉપરાંત બેન્કિંગ કાઉન્ટર્સ તેજીની આગેવાની જાળવી રાખે તેવું જણાય છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએચડીએફસી લાઈફ (HDFC Life) 2.68 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 2.61 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.43 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.36 ટકા, રિલાયન્સ (Reliance) 1.30 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઆઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -0.94 ટકા, નેશલે (Nestle) -0.91 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.85 ટકા, ટાઈટન કંપની (Titan Company) -0.57 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -0.53 ટકા.

ABOUT THE AUTHOR

...view details