મુંબઈ: સપ્તાહના છેલ્લા દિવસે અને મે શ્રેણીના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજ ગતિએ બંધ થયું છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે સેન્સેક્સ 61,000ને પાર જ્યારે નિફ્ટીએ 18,000નો આંકડો પાર કર્યો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 463 પોઈન્ટના ઉછાળા સાથે 61,112 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેક્ટર પ્રમાણે સ્થિતિ: આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોના ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 1.34 ટકા અથવા 390 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સ્મોક કેપ ઈન્ડેક્સના શેરોમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધ્યા અને 8 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 9 શેરો ઘટીને બંધ થયા.
વધતા ઘટતા શેર: આજના વેપારમાં વિપ્રો 2.89 ટકા, નેસ્લે 2.77 ટકા, SBI 2.32 ટકા, ITC 2.24 ટકા, લાર્સન 2.24 ટકા, ટેક મહિન્દ્રા 1.95 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટનારાઓમાં એક્સિસ બેન્ક 2.39 ટકા, એચસીએલ ટેક 0.75 ટકા, ટાઇટન કંપની 0.70 ટકા ઘટીને બંધ થયા છે.