ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Closing Bell : સતત ત્રીજા દિવસે શેરમાર્કેટમાં ગાબડું, BSE Sensex 542 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો બોલ્યો હતો. દિવસની નબળી શરુઆત બાદ ભારે વેચવાલીના પગલે ટ્રેડીંગ સેશનના અંતે BSE Sensex લગભગ 542 પોઇન્ટ તૂટ્યો હતો. NSE Nifty માં પણ લગભગ 145 પોઈન્ટ જેટલો કડાકો બોલ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે બજારમાં શરુઆતની સાથે જ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 280 અને 60 પોઈન્ટ નીચે ખુલ્યા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By

Published : Aug 3, 2023, 5:00 PM IST

મુંબઈ :સતત ત્રીજા દિવસે શેરમાર્કેટમાં કડાકો બોલતા રોકાણકારોના કરોડો રુપીયા ધોવાયા છે. સવારથી જ શેરમાર્કેટમાં નબળું વલણ જોવા મળ્યું હતું. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 542 પોઈન્ટ જેટલો તૂટીને 65,240 પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઇન્ડેક્સ પણ 145 પોઈન્ટ ગગડીને 19,381 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે બજારમાં શરુઆતની સાથે જ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 280 અને 60 પોઈન્ટ નીચે ખુલ્યા હતા. નિષ્ણાંતોના મતે ફીચે અમેરિકીનું રેડીંગ ડાઉનગ્રેડ કર્યું અને અમેરિકી ડોલર સામે રુપીયાની નબળી સ્થિતિ બજારને ભારે નેગેટિવ અસર કરી છે. ઉલ્લેખનિય છે કે, BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 4 લાખ કરોડનો ઘટાડો થયો છે.

BSE Sensex : આજે 3 ઓગસ્ટ ગુરુવારના રોજ દિવસ દરમિયાન ભારે વેચવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતમાં લગભગ 542 પોઈન્ટ તૂટીને 65,240 પર બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન BSE Sensex 64,963.08 ડાઉન જઈને મહત્તમ 66,820.82 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. આજે શરુઆતી કારોબારમાં જ BSE Sensex 65.550.82 પર લગભગ 280 પોઈન્ટ ડાઉન ખુલીને નબળી શરુઆત કરી હતી. ટ્રેંડિગ સેશનના અંત પૂર્વે એક સમય તો સેન્સેક્સ 700થી વધુ ડાઉન પણ હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,459.31 બંધ થયો હતો.

NSE Nifty ઈનડેક્સ :આજના ટ્રેડિંગ સેશનના અંતે નબળું વલણ જાળવી રાખી NSE Nifty ઈનડેક્સ પણ 144 પોઈન્ટ જેટલો તૂટીને 19,381.65 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન NSE Nifty 19,296.45 ડાઉન જઈને મહત્તમ 19,537.65 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 207 પોઈન્ટના ઘટાડા સાથે 19,526 પોઈન્ટ પર બંધ થયો હતો. NSE Nifty ઈનડેક્સ આજે 19,463.75 પર લગભગ 60 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો.

માર્કેટ કેપ : સતત બે ટ્રેડિંગ દિવસથી શેરબજારમાં ભારે વેચવાલી સાથે BSE Sensex અને NSE Nifty ઇન્ડેક્સમાં કડાકો બોલ્યો છે. BSE Sensex લગભગ 542 પોઈન્ટ અને NSE નિફ્ટી 145 પોઇન્ટ તૂટ્યો હતો. તેના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉપરાંત BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 4 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક બજાર : FITCH ના ડાઉનગ્રેડના કારણે યુએસ બજારોમાં ભારે વેચવાલી રહી હતી. જેની સીધી અસર એશિયાના તમામ બજારો પર થઈ છે. ઉપરાંત બેન્ક ઓફ ઈંગ્લેન્ડની પોલિસી પહેલા યુરોપિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે કોમોડિટી બજારની પણ શેરમાર્કેટ પર આંશિક અસર જોવા મળે છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે જેની નકારાત્મક અસર ભારતીય બજાર પર થઈ હોવાનું અનુમાન છે. જોકે, તેની સામે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે.

બજારમાં સ્ટોકનું પ્રદર્શન : સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ઇન્ડિયાબુલ્સ Hsg (10.47 %), ડિક્સન ટેકનોલોજી (7.66 %), લૌરસ લેબ્સ (5.42 %), એમઆરએફ (4.27 %) અને લ્યુપિન (4.1 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં વેદાંત (-6.65 %), ગોદરેજ પ્રો (-5.23 %), એલઆઈસી હાઉસિંગ ફાઈન (-4.83 %), ડેલ્ટા કોર્પો (-4.69 %) અને ઇન્ટરગ્લોબ એવી (-4.58 %)નો સમાવેશ થાય છે.

  1. Adani Group: હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથનો પ્રથમ મોટો સોદો, 5000 કરોડમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું ટેકઓવર
  2. Gold Silver Share Market: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, શેરબજારમાં રૂપિયામાં ઘટાડો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details