મુંબઈ :શેર માર્કેટમાં સતત એક અઠવાડિયા સુધીની તેજી જોવા મળી રહી છે. મંગળવારે જોવા મળેલી તેજીમાં બેંક સેક્ટરના સ્ટોરમાં એક પ્રકારની પ્રગતિ જોવા મળી હતી. નિફ્ટીમાં ઈન્ફોસિસ, આઈસીઆઈસી બેન્ક ટોપ ગેનર સ્ટેજ પર જોવા મળ્યા છે. જ્યારે LTIMindtree ના શેર પરિણામ સામે આવ્યા બાદ ગગડ્યા હતા. આ પહેલા ગત સોમવારે ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. પહેલી વખત BSE સેંસેક્સ 529 પોઈન્ટ પર પહેલી વખત 66589 પર બંધ થયો હતો.
Share Market updates : શેર માર્કેટમાં ઈતિહાસ રચાયો, BSE સેંસેક્સ પહેલી વખત 67000 પોઈન્ટને પાર તેજીના કારણ : હાલ શેર માર્કેટમાં જે પ્રકારની તેજી ચાલી રહી છે એક્સપર્ટ એ પાછળના કારણ દર્શાવતા કહે છે કે, આ તેજી પાછળ મુખ્ય ચાર કારણો જવાબદાર છે. મજબુત ગ્લોબલ ઈન્ડેક્સ, ડૉલરની તુલનામાં રૂપિયામાં મજબુતી, સ્ટોકમાં મોટી માત્રામાં ખરીદી, વિદેશી રોકાણકારોનો રસ અને ખરીદી જવાબદાર છે. આઈટી કંપની ઈન્ફોસીસની વાત કરવામાં આવે તો કંપનીએ આગામી પાંચ વર્ષ માટે એઆઈ ટેકનોલોજીને લઈને કરાર કરી લીધા છે. જે એઆઈ ટેકનોલોજી ગ્રાહકો પર આગામી પાંચ વર્ષમાં 200 કરોડનો ખર્ચ કરશે. આ સિવાય કંપની ઓટોમેશન આધારિક ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંગે વિચારી રહી છે.
HDFC BANK અને JIO ફાયનાન્સ ડીમર્જરથી બેંક અને NBFCના શેરમાં તેજી રહેશે એવું અનુમાન છે. જ્યારે આઈ સેક્ટરમાં પણ શેરમાં ખરીદી વધી શકે છે. જો નિફ્ટી 19300 અને બેંક નિફ્ટી 44600થી નીચે બંધ થાય તો નબળું પરિણામ મળશે જેને એક સંકેત તરીકે જોવામાં આવે છે. આઈટીના શેરમાં એક ખરીદી શરૂ થયા બાદ એક સારૂ પરિણામ જોવા મળી શકે છે. ---માર્કેટ ગુરૂ તરીકે જાણીતા અનિલ સિંઘવી
આઈટીમાં તેજી :માત્ર ઈન્ફોસિસ જ નહીં દુનિયાની મોટી કંપની એપલ અને ટેસ્લાના શેરમાં પણ તેજી જોવા મળી છે. એપલના શેરમાં 1.75 ટકાનો વધારો થયો જ્યારે ટેસ્લાના શેરમાં 3.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે કોમોડિટી માર્કેટ થોડું ઠંડું રહ્યું છે. સતત ત્રીજા દિવસે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ બેંકની સ્થિતિ મજુબત જોવા મળતા ફેડરલ બેન્ક આઈપીઓ લાવે એવી તૈયારીઓ છે. ફ્રેશ ઈસ્યુ, ઓએફએસના માધ્યમથી પૈસા ભેગા કરવાની કંપનીની યોજના છે. શેર ધારકો પાસેથી મંજૂરી લીધા બાદ આઈપીઓ અંગે નિર્ણય લેવાશે.
- NITI Aayog information : મોદી સરકારની ઉપલબધ્ધિ, 13.5 કરોડથી વધુ લોકો ગરીબમાંથી અમીર બન્યા
- Jio Telecom Service: જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીસના શેર હવે નિફ્ટીમાં, ટેરીફ પ્લાન વધશે કે ઘટશે?