મુંબઈ: વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ખરીદીને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુના વધારા સાથે ખુલ્યા હતા. વિદેશી મૂડીના પ્રવાહે પણ શેરબજારોમાં તેજી જાળવી રાખી હતી. આ દરમિયાન, 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 705.26 પોઈન્ટ વધીને 58,665.35 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 196.95 પોઈન્ટ વધીને 17,277.65 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.
આ પણ વાંચો:Maruti Suzuki Car New Price : એપ્રિલ મહિનાથી મારુતિ સુઝુકી કારની કિંમત થશે મોટા ફેરફારો
નફો કે પછી નુકસાન:સેન્સેક્સમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ નફો કરતી હતી અને તેનો શેર ત્રણ ટકાથી વધુ ચઢ્યો હતો. આ સિવાય એચસીએલ ટેક્નોલોજી, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ, એનટીપીસી અને એક્સિસ બેંકના શેર પણ નફામાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ અને આઈટીસી રેડમાં હતા. એશિયન બજારોમાં, સિઓલ, જાપાન, શાંઘાઈ અને હોંગકોંગના શેરબજારમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
અમેરિકી બજારો થયા બંધ: ગુરુવારે અમેરિકી બજારો જોરદાર બંધ થયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બુધવારે 30 શેરો ધરાવતો BSE બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 346.37 પોઈન્ટ અથવા 0.60 ટકાના વધારા સાથે 57,960.09 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 129 પોઈન્ટ અથવા 0.76 ટકાના વધારા સાથે 17,080.70 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચો:રિચાર્ડ બ્રેન્સનની કંપનીમાં પડી નાણાંની અછત, સેંકડો કર્મચારીઓની કરી છટણી
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: વિદેશી મૂડીના પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે શુક્રવારે પ્રારંભિક વેપારમાં રૂપિયો 24 પૈસા વધીને 82.10 પ્રતિ ડોલર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ઉછાળો અને યુએસ ડૉલરની નબળાઈનો પણ સ્થાનિક ચલણને ફાયદો થયો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.12 પર ખુલ્યો હતો. શરૂઆતના સોદામાં તે 82.16 થી 82.10ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
રૂપિયો ડોલર સામે ધટ્યો: બુધવારે રૂપિયો ડોલર સામે 18 પૈસા ઘટીને 82.34 પ્રતિ ડોલર થયો હતો. ગુરુવારે રામ નવમી નિમિત્તે બજારો બંધ રહી હતી. દરમિયાન, છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ 0.05 ટકા વધીને 102.20 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.24 ટકા ઘટીને બેરલ દીઠ 79.08 ડૉલર હતું. શેરબજારના ડેટા અનુસાર, બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂપિયા 1,245.39 કરોડના શેરની ખરીદી કરી હતી.