મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 42 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 69,977 પર ખુલ્યો. જ્યારે, NSE પર નિફ્ટી 0.14 ટકાના મામૂલી આગેકૂચ સાથે 21,026ની સપાટી ખુલ્યો હતો.
આજે પણ શેર બજારમાં જોવા મળી રોનક, ઉછાળા સાથે ખુલ્યો સેન્સેક્સ - Share market
કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 42 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 69,977 પર ખુલ્યો. જ્યારે, NSE પર નિફ્ટી 0.14 ટકાના મામૂલી આગેકૂચ સાથે 21,026ની સપાટી ખુલ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
![આજે પણ શેર બજારમાં જોવા મળી રોનક, ઉછાળા સાથે ખુલ્યો સેન્સેક્સ આજે પણ શેર બજારમાં જોવા મળી રોનક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2023/1200-675-20245740-thumbnail-16x9-.jpg)
Published : Dec 12, 2023, 9:43 AM IST
|Updated : Dec 12, 2023, 9:49 AM IST
કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે પણ શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 42 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 69,977ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.14 ટકાના મામૂલી વધારા સાથે 21,026ની સપાટી પર ખુલ્યો હતો. વૈશ્વિક સ્તરે નબળા દેખાવ વચ્ચે રોકાણકારોની પ્રોફિટ-બુકિંગ વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારે ધીમી શરૂઆત થઈ. HDFC લાઇફ, હિન્દાલ્કો, M&M, Hero MotoCorp, SBI લાઇફ, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ITC, ગ્રાસિમ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને BPCL 50-પેક ઇન્ડેક્સમાં ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બીજી તરફ ONGC, ઈન્ફોસિસ, L&T, અપોલો હોસ્પિટલ, ભારતી એરટેલમાં 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સે પ્રથમ વખત 70000ની સાપટી વટાવી હતી. જ્યારે નિફ્ટીએ 21000ની સપાટીને પાર કરી હતી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાલુ નાણાકીય વર્ષ માટે તેનો વૃદ્ધિદર અને પોલિસી દરો યથાવત રાખ્યા પછી મુખ્ય સૂચકાંકો શુક્રવારે તેમની સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા. બીએસઈનો 30 શેર ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે જ 70,048.90 પોઈન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં તેણે તેની લીડને નજીવો ઘટાડીને 69,958.13 પોઈન્ટ પર સ્થિર થઈ ગયો હતો.