ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market: રેકોર્ડ, બેંક નિફ્ટી પહેલી વખત 44300ને પાર, માર્કેટમાં તેજી - શેર માર્કેટ અપડેટ

ભારતીય શેર માર્કેટમાં સોમવારે સારી એવી શરૂઆત થતા રોકાણકારો ખુશ થયા છે. સોમવારે ભારતીય શેર માર્કેટ ઉછાળા સાથે શરૂ થયું હતું. એક પ્રકારની તેજી જોવા મળી હતી. સેંસેક્સમાં 300 પોઈન્ટનો સીધો ઉછાળો જોવા મળ્યો છે.

Etv BharatShare Market
Etv BharatShare Market

By

Published : May 29, 2023, 11:15 AM IST

Updated : May 29, 2023, 11:43 AM IST

મુંબઈઃભારતીય શેર માર્કેટમાં એક પોઝિટિવ વલણ જોવા મળ્યું છે. સૌથી વધારે કમાલ તો બેંક નિફ્ટી દેખાડી રહ્યો છે. નિફ્ટીએ ઐતિહાસિક ઊંચાઈ સ્પર્શ કરી લીધી છે. બેંક નિફ્ટીમાં 44276 લેવલ પર કારોબાર શરૂ થયો હતો. પહેલી વખત એવું બન્યું છે કે, બેંક નિફ્ટી 44300ને પાર થયું હોય. તારીખ 14 ડિસેમ્બર 2022 બાદ બેંક નિફ્ટી આટલા હાઈ લેવલ પોઈન્ટ પર જોવા મળ્યો છે. ભારતીય શેર માર્કેટમાં BSE સેંસેક્સ 299. 85 પોઈન્ટ એટલે કે, 0.48 ટકાની તેજી સાથે 62801 આંકથી ખૂલ્યો છે.

નજર સામે તેજીઃભારતીય શેરમાર્કેટમાં સોમવારે સારી એવી તેજી જોવા મળી છે. આ સિવાય NSE નિફ્ટી 119.80 અંક એટલે કે, 0.65 ટકાના વધારા સાથે 18619.15 પોઈન્ટ પર ઓપન થયો છે. પ્રિ ઓપનમાં બેંક નિફ્ટી રેકોર્ડ કહી શકાય એટલી ઊંચાઈ પર પહોંચ્યો છે. 44276 પર તે સેટ થયો હતો. માર્કેટ ઓપન થતા બેંક નિફ્ટી 258.80 પોઈન્ટ એટલે કે, 0.59 ટકાના વધારા સાથે 44276 પોઈન્ટ પર ખુલતા તેજી જોવા મળી છે. સોમવારે સવારે જ્યારે માર્કેટ શરૂ થઈ એના થોડા જ સમયમાં 320 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. બેંક સેક્ટર માટે બુલિશ હોવાના સંકેત જોવા મળી રહ્યા છે.

લાલ નિશાન મળ્યું:સવારે 9:28 વાગ્યે સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળી રહ્યો હતો. તે 491.13 પોઈન્ટ એટલે કે 0.79 ટકાના વધારા સાથે 62,992.82 પર આવી ગયો છે. સ્પષ્ટ છે કે આજે સેન્સેક્સ ફરી 63000 ના સ્તરને સ્પર્શી શકે છે. તે જ સમયે, NSE નો નિફ્ટી 131.60 પોઈન્ટ અથવા 0.71 ટકાના વધારા સાથે 18,630.95 પર આવી ગયો છે. સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને માત્ર 2 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ, નિફ્ટીના 50માંથી 41 શેરો પર વૃદ્ધિનું લીલું નિશાન જોવા મળી રહ્યું છે અને માત્ર 9 શેરોમાં જ ઘટાડાનું લાલ નિશાન જોવા મળી રહ્યું છે.

કંપનીની સ્થિતિઃ M&Mમાં લગભગ 3 ટકા, HDFCમાં 1.76 ટકા અને IndusInd Bankમાં 1.66 ટકાની આસપાસ જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વમાં 1.45 ટકા અને HDFC બેન્કમાં 1.39 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંક 1.01 ટકા વધીને કારોબાર કરી રહી છે. આ ઉપરાંત ભારતી એરટેલ, નેસ્લે, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, એલએન્ડટી, આઇટીસી, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટીસીએસ, વિપ્રો, એચયુએલ, એનટીપીસી, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, મારુતિ. સુઝુકી તેની સાથે ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

  1. Using A Credit Card: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા અને ગેરફાયદા
  2. Man ki Baat: PMએ 'મન કી બાત'માં વોટર મેનેજમેન્ટ સ્ટાર્ટઅપનો ઉલ્લેખ કર્યો, જાણો તેના વિશે
Last Updated : May 29, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details