ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 300.57 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 74.45 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો
Share Market India: શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો

By

Published : Apr 7, 2022, 9:37 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 300.57 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 59,309.84ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 74.45 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 17,733.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Ukraine Russia invasion : રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 107.50 પોઈન્ટની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે નિક્કેઈ 2 ટકાના ઘટાડા સાથે 26,803.34ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.59 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.80 ટકાના ઘટાડા સાથે 17,382.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.06 ટકાના ઘટાડા સાથે 22,066.89ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 1.41 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.59 ટકાના ઘટાડા સાથે 3,264.12ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ પણ વાંચો-Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'

આ સ્ટોકમાં રોકાણ કરવાથી થશે ફાયદો-બીઈએલ (BEL), ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ (Garden Reach Shipbuilders), ભારત ડાયનેમિક (Bharat Dynamics), પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજિઝ (Paras Defence & Space Technologies), આઈડીએફસી (IDFC), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties), સોભા (Sobha), બ્રિગેડ એન્ટ (Brigade Ent), ગોદરેજ કન્ઝ્યૂમર (Godrej Consumer), ટાઈટન (Titan) જેવા શેર્સમાં રોકાણ કરવાથી રોકાણકારોને ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details