ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 1129 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,129.62 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 299.20 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો હતો.

Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 1129 પોઈન્ટ તૂટ્યો
Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 1129 પોઈન્ટ તૂટ્યો

By

Published : Apr 18, 2022, 10:39 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. આ તમામની વચ્ચે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,129.62 પોઈન્ટ (1.94 ટકા) તૂટીને 57,209.31ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 299.20 પોઈન્ટ (1.71 ટકા)ના ઘટાડા સાથે 17,176.50ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો-Gold and silver prices In Gujarat : ગુજરાતમાં આજના સોના-ચાંદીના ભાવ પર એક નજર...

વૈશ્વિક બજારની સ્થિતિ-આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 74.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહી છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.83 ટકાના ઘટાડા સાથે 26,596.66ની આસપાસ વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.82 ટકા તૂટીને 16,864.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.67 ટકાના વધારા સાથે 21,518.08ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પી 0.13 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.28 ટકાના ઘટાડા સાથે 0.28ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-petrol and diesel prices : રાજ્યમાં આજે કયા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો એક ક્લિકમાં...

આ સ્ટોક્સમાં રોકાણ કરવાથી થશે ફાયદો - આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિઅલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની (ICICI Prudential Life Insurance Company), જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા (Jubilant Ingrevia), રાઈટ્સ (Rites), પાવર મેક પ્રોજેક્ટ્સ (Power Mech Project), વિન્ડલેસ બાયોટેક (Windlas Biotech), મેરેથોન નેક્સજેન રિયલ્ટી (Marathon Nextgen Realty), કેબીસી ગ્લોબલ (KBC Global), ડેન નેટવર્ક્સ (Den Networks), ટાટા સ્ટિલ (Tata Steel), ટાટા પાવર (Tata Power), કોલ ઈન્ડિયા (Coal India), વર્ધમાન ટેક્સટાઈલ્સ (Vardhman Textiles).

ABOUT THE AUTHOR

...view details