અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 33.20 પોઈન્ટ (0.06 ટકા)ના ઉછાળા સાથે 55,702.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 5.05 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 16,682.65ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-શું છે CIBIL Score અને તેની ગણતરી કેવી રીતે કરવી ? જાણો બસ એક ક્લિકમાં...
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -ટેક મહિન્દ્રા (Tech Mahindra) 4.15 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.96 ટકા, ઈન્ફોસિસ (Infosys) 3.18 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.60 ટકા, વિપ્રો (Wipro) 1.85 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ -ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -4.60 ટકા, બ્રિટેનિયા (Britannia) -3.19 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Construction Prod) -3.20 ટકા, સન ફાર્મા (Sun Pharma) -2.89 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -2.62 ટકા.
આ પણ વાંચો-RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત, ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી
LIC IPO: LICનો IPO આજે (ગુરુવારે) બીજા દિવસે બપોરે 1.20 વાગ્યા સુધી 84 ટકા સબ્સ્ક્રાઈબ થયો હતો. છૂટક રોકાણકારોનો કોટા 77 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે. LIC IPOમાં 9 મે સુધી એપ્લાય કરી શકો છો. અને જો તમે ખૂબ જ વ્યસ્ત હોવ તો તમે શનિવારે પણ બોલી લગાવી શકો છો. આપને જણાવી દઈએ કે, આ IPOમાં સામાન્ય રીતે ત્રણ કેટેગરી છે. પહેલી છૂટક રોકાણકારો, બીજી પૉલિસી હોલ્ડર્સ અને ત્રીજી કર્મચારીઓની. LICએ ત્રણેય કેટેગરી માટે શેર્સ રિઝર્વ રાખ્યા છે. જો તમારી પાસે LICની પૉલિસી નથી અને તમે કર્મચારી પણ નથી તો પછી તમારી પાસે ફક્ત છૂટક કેટેગરીમાં બોલી લગાવવાનો જ વિકલ્પ છે.