અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,335.05 પોઈન્ટ (2.25 ટકા)ના ઉછાળા સાથે 60,611.74ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 382.95 પોઈન્ટ (2.17 ટકા)ના ઉછાળા સાથે 18,053.40ના સ્તર પર બંધ થયો છે.
Share Market India: મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 60,000ને પાર - Share Market India News
સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,335.05 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 382.95 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ -આજે દિવસભર એચડીએફસી બેન્ક (HDFC Bank) 9.97 ટકા, એચડીએફસી (HDFC) 9.32 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.39 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 3.70 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 3.30 ટકા ઉંચકાયા છે. જ્યારે આજે ઈન્ફોસિસ (Infosys) -1.08 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) -0.27 ટકા, ટાઈટન કંપની (Titan Company) -0.23 ટકા, ઓએનજીસી (ONGC) -0.03 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય
SML Isuzu શેર્સમાં 18 ટકાથી વધુ ઉછળ્યો -આજના ઈન્ટ્રા ડે વેપારમાં SML આઈસુઝૂના શેર્સમાં 18 ટકાથી વધુ વધારો જોવા મળ્યો હતો. કંપનીના પોતાના પ્રોડક્ટની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે, જેની અસર આજના શેર્સ પર જોવા મળી હતી.