અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 344. 63 પોઈન્ટ (0.65 ટકા)ના ઉછાળા સાથે 53,760.78ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 110.55 પોઈન્ટ (0.69 ટકા)ના વધારા સાથે 16,049.20ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોના ખિસ્સા ભરાઈ જતાં તેઓમાં ખુશી (Share Market India) જોવા મળી હતી. એટલે હવે સેન્સેક્સ 54,000ની નજીક અને નિફ્ટી 16,000ની સપાટી વટાવી ગયો છે.
નિષ્ણાતના મતે -ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 27મી જુલાઈએ US ફેડની બેઠક સુધી વોલેટિલિટી ચાલુ રહેવાની ધારણા છે. ઘટતો રૂપિયો, અવિરત FPI આઉટફ્લૉ અને 2-10 વર્ષની US ટ્રેઝરી યિલ્ડની ફ્લેશિંગ મંદીની ચેતવણીઓ બજાર માટે વિપરિત પરિસ્થિતિ બનાવશે. તો ક્રૂડ ઓઈલના ભાવ 100 ડૉલરના સ્તરની નીચે પાછા ફરી રહ્યા હોવાથી ફૂગાવો ટોચ બનાવી શકે છે. જ્યારે કોમોડિટીની નરમ કિંમતો અને ક્રૂડ ઑટો સેક્ટર માટે ફાયદાકારક રહેશે, જે આગામી સપ્તાહે આઉટપરફોર્મ કરશે.
આ પણ વાંચો-ખાવાના શોખીન લોકો માટે સારા સમાચાર, હોટેલ અને રેસ્ટોરાંમાં હવે નહીં ચૂકવવો પડે સર્વિસ ચાર્જ