ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો થતાં રોકાણકારો રડ્યા

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 48.88 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 43.70 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

By

Published : Jun 3, 2022, 3:52 PM IST

Updated : Jun 3, 2022, 4:01 PM IST

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો થતાં રોકાણકારો રડ્યા
Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો થતાં રોકાણકારો રડ્યા

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ તેમ છતાં દિવસ દરમિયાન કોઈ કમાલ જોવા મળ્યો નહતો. આખરે રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 48.88 પોઈન્ટ (0.09 ટકા) તૂટીને 55,769.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 43.70 પોઈન્ટ (0.26 ટકા)ના ઘટાડા સાથે 16,584.30ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -રિલાયન્સ (Reliance) 2.03 ટકા, લાર્સન (Larsen) 0.91 ટકા, ઈન્ફોસિસ (Infosys) 0.91 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.65 ટકા, ટીસીએસ (TCS) 0.50 ટકા.

આ પણ વાંચો-સાયબર ક્રાઈમનો શિકાર ન થતો બચો: UPI પેમેન્ટ માટે આ ટિપ્સ અનુસરો

સૌથી વધુ ગગડેલા શેર્સ -ગ્રેસિમ (Grasim) -6.50 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -5.48 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) - 4.61 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.98 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -2.78 ટકા.

આ પણ વાંચો-Peaceful Retirement Life: સુખી અને શાંતિપૂર્ણ નિવૃત્તિ જીવન માટે આટલુ કરો..

આ કંપનીના શેર્સમાં થયો ઘટાડો -દિપક નાઈટ્રાઈટ (Deepak Nitrite Company Shares) કંપનીના શેર્સ આજે (શુક્રવારે) BSE પર 5 ટકાના ઘટાડા સાથે 1,940 રૂપિયા પર આવી ગયા છે. આપને જણાવી દઈએ કે, વડોદરાના નંદેસરી GIDC વિસ્તારમાં કંપનીની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગ્યાના એક દિવસ પછી શેર્સની કિંમતમાં ઘટાડો આવ્યો છે.

Last Updated : Jun 3, 2022, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details