અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું હતું. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 365.91 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 54,470.67ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 109.40 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 16,301.85ના સ્તર પર બંધ થયો છે.
LIC IPO:LICનો IPO (LIC IPO) છેલ્લા દિવસે બપોરે 2.34 વાગ્યા સુધી 2.51 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો હતો. આ IPOને સૌથી વધુ રિસ્પોન્સ પૉલિસીહોલ્ડર્સ તરફથી મળ્યો છે. આ કેટેગરી 5.71 ગણો સબ્સ્ક્રાઈબ થયો છે. LICના કર્મચારીઓએ પણ આમાં ઘણો રસ બતાવ્યો છે. તો આ કોટામાં આ IPO 4 ગણાથી વધુ સબ્સ્ક્રાઈબ થયો છે. જાણવા મળ્યું છે કે, સૌથી વધુ બોલી પશ્ચિમી રાજ્યોના રોકાણકારોએ લગાવી છે. આમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે.
આ પણ વાંચો-તમારા મહેનતના પૈસા કઈ રીતે બચાવવા અને તેમાં વૃદ્ધિ કરવી, જાણો