ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે તેજી જોવા રોકાણકારો તરસી ગયા, સેન્સેક્સ 1,172 પોઈન્ટ તૂટ્યો - Share Market India Update

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,172.19 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 302 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે તેજી જોવા રોકાણકારો તરસી ગયા, સેન્સેક્સ 1,172 પોઈન્ટ તૂટ્યો
Share Market India: શેરબજારમાં પહેલા દિવસે તેજી જોવા રોકાણકારો તરસી ગયા, સેન્સેક્સ 1,172 પોઈન્ટ તૂટ્યો

By

Published : Apr 18, 2022, 3:51 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી જોવા માટે રોકાણકારો તરસી ગયા હતા. કારણ કે, પહેલા દિવસે શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,172.19 પોઈન્ટ (2.01 ટકા)ના ઘટાડા સાથે 57,166.74ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 302 પોઈન્ટ (1.73 ટકા)ના ઘટાડા સાથે 17,173.65ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ

આ પણ વાંચો-petrol and diesel prices : રાજ્યમાં આજે કયા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો એક ક્લિકમાં...

આ કંપની લાવશે IPO - સેન્કો ગોલ્ડે IPOના માધ્યમથી બજારમાંથી 525 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે SEBIમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે. આ જ્વેલરી કંપનીનો IPO ફ્રેશ વેલ્યુ અને ઓફર ફોર સેલનું મિશ્ર સ્વરૂપ હશે. IPOમાં ફ્રેશ વેલ્યુનો ભાગ 325 કરોડ રૂપિયા હશે. જ્યારે ઓફર ફોર સેલમાં ફ્રેશ વેલ્યુનો ભાગ 200 કરોડ રૂપિયા હશે.

આ પણ વાંચો-Loan fraud Awareness: લોનની છેતરપિંડીથી પોતાને કેવી રીતે રાખવું સુરક્ષિત ?

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એનટીપીસી (NTPC) 6.14 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.22 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.79 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.63 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 1.55 ટકા ઉંચકાયા છે. જ્યારે ઈન્ફોસિસ (Infosys) -7.30 ટકા, એચડીએફસી (HDFC) -4.77 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -4.68 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -4.66 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -3.87 ટકા ગગડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details