અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) જોરદાર રિકવરી જોવા મળી હતી. ભારતીય શેરબજાર (Share Market India) ત્રણ દિવસના ઘટાડા પછી આજે (28 માર્ચે) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 231.29 પોઈન્ટ (0.40 ટકા)ના વધારા સાથે 57,593.49ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 69 પોઈન્ટ (0.40 ટકા)ની મજબૂતી સાથે 17,222ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-financial goals: ચોક્કસ યોજના સાથે નાણાકીય લક્ષ્યો કેવી રીતે નક્કી અને પ્રાપ્ત કરવા ?, જાણો...
શેરબજારની આજની સ્થિતિ -ભારતીય શેરબજારમાં (Share Market India) છેલ્લા કલાકમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. બજાર 3 દિવસના ઘટાડા સાથે આજે ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજના વેપારમાં બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, ઓટો, એનર્જી શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે IT, ફાર્મા શેર્સમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. જ્યારે દિગ્ગજ શેર્સની સાથે આજે મિડકેપ, સ્મોલકેપ શેર્સમાં પણ દબાણ જોવા મળ્યું હતું. તો BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકાના ઘટાડા સાથે 23,695.92ના સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા તૂટીને 27,653.23ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-આરોગ્ય વીમા યોજનાઓમાં દાવા અથવા સંચિત બોનસ વિશે જાણો
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ -આજે દિવસભર સૌથી વધુ ભારતી એરટેલ (Bharti Airtel) 3.34 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 2.77 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 2.05 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 1.85 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 1.59 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ યુપીએલ (UPL) 2.23 ટકા, નેસલે (Nestle) -1.75 ટકા, ડો. રેડ્ડીસ લેબ્સ (Dr. Reddys Labs) -1.74 ટકા, એચડીએફસી (HDFC) -1.51 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યો (SBI Life Insura) -1.43 ટકા ગગડ્યા છે.