ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2022, 9:49 AM IST

Updated : Apr 4, 2022, 10:04 AM IST

ETV Bharat / business

Share Market India: શેરબજારની પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 599.50 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 150.40 પોઈન્ટની મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો
Share Market India: શેરબજારની પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 599.50 પોઈન્ટ (1.01 ટકા)ના વધારા સાથે 59,876.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 150.40 પોઈન્ટ (0.85 ટકા)ની મજબૂતી સાથે 17,820.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-IND AND AUS TRADE AGREEMENT : ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંબંધો વધારવા માટે આર્થિક સહયોગ અને વેપાર કરાર પર કર્યા હસ્તાક્ષર

વૈશ્વિક બજાર પર એક નજર -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 36.00 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. નિક્કેઈ લગભગ 0.14 ટકાના ઘટાડા સાથે 27,626.77ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.09 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.38 ટકાના વધારા સાથે 17,625.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 1.17 ટકાના વધારા સાથે 22,297.30ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.94 ટકાના વધારા સાથે 3,282.72ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક

આજે આ શેર રહેશે ચર્ચામાં -આજે દિવસભર વિપ્રો (Wipro), લ્યુપિન (Lupin), ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr. Reddy's Laboratories), ટીવીએસ મોટર કંપની (TVS Motor Company), આઈશર મોટર્સ (Eicher Motors), આઈનોક્સ લાઈઝર (INOX Leisure), હીરો મોટોકોર્પ (Hero Motocorp), જ્યુબિલન્ટ ફાર્મોવા (Jubilant Pharmova), જેએસડબ્લ્યૂ એનર્જી (JSW Energy), જીઓસીએલ કોર્પોરેશન (GOCL Corporation) જેવા શેર ચર્ચામાં રહેશે.

Last Updated : Apr 4, 2022, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details