ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત, રોકાણકારોમાં જાગી આશા - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 783.38 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 240.40 પોઈન્ટની મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત, રોકાણકારોમાં જાગી આશા
Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત, રોકાણકારોમાં જાગી આશા

By

Published : May 20, 2022, 10:01 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આ સાથે જ રોકાણકારોમાં નવી આશા જાગી છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 783.38 પોઈન્ટ (1.48 ટકા)ના ઉછાળા સાથે 53,575.61ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 240.40 પોઈન્ટ (1.52 ટકા)ની મજબૂતી સાથે 16,049.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat: ટૂંક સમયમાં ડીઝલ પહોંચી શકે છે 100ને પાર

આ સ્ટોક્સ પર રહેશે નજર - હિન્દુસ્તાન એરોનોટિક્સ (Hindustan Aeronautics), આઈટીસી (ITC), એમઆરપીએલ (MRPL)

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'

વૈશ્વિક બજારની સ્થિતિ -એશિયન બજારમાં મજબૂતી સાથે શરૂઆત થઈ છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ અને નેસડેક ફ્યૂચર્સમાં પણ ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. જોકે, ગઈકાલે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો આ તરફ નિક્કેઈ 304.87 પોઈન્ટના વધારા સાથે 26,448.23ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 41 પોઈન્ટનો ઉછાળો થયો છે.

ABOUT THE AUTHOR

...view details