અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 537.22 પોઈન્ટ (0.94 ટકા) તૂટીને 56,819.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 162.40 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 17,038.40ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ મોંઘવારી, ગ્રોથ ફેક્ટરની ચિંતાથી બજારમાં ઘટાડો (Share Market India) જોવા મળ્યો છે. તો સેન્સેક્સ, નિફ્ટી લગભગ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. તો કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, બેન્કિંગ, IT શેર્સમાં દબાણ રહ્યું હતું.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.97 ટકા, તાતા સ્ટિલ (Tata Steel) 1.25 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 0.56, એચસીએલ ટેક (HCL Tech) 0.45 ટકા, બજાજ ઓટો (Bajaj Auto).
આ પણ વાંચોઃGold and silver prices In Gujarat : ગુજરાતમાં આજના સોના-ચાંદીના ભાવ પર એક નજર...