અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Share Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યાની આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 219.76 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 54,16.37ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 61.10 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 16,119.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં -એચસીએલ ટેકનોલોજીઝ (HCL Technologies), ડેલ્ટા કોર્પ (Delta Corp), કેર રેટિંગ્સ (CARE Ratings), શિલ્પા મેડિકેર (Shilpa Medicare), એક્સિસકેડ્સ ટેકનોલોજીઝ (Axiscades Technologies), મેક્સ વેન્ચર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (Max Ventures and Industries), સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જી (Sterling and Wilson Renewable Energy), કિર્લોસકર ઈલેક્ટ્રિક કંપની (Kirloskar Electric Company), આનંદ રાઠી વેલ્થ (Anand Rathi Wealth), લેશા ઈન્ડસ્ટ્રીઝ (Lesha Industries).
આ પણ વાંચો-તમારા અનપેક્ષિત ભવિષ્ય માટે અત્યારે જ બનાવો નાણાકીય આયોજન...
વૈશ્વિક શેરબજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 70.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.33 ટકાના વધારા સાથે 26,423.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.50 ટકા ગગડ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.72 ટકાના ઉછાળા સાથે 14,330.29ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ સિવાય હેંગસેંગ 0.79 ટકાના વધારા સાથે 21,009.69ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 0.79 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.18 ટકાના વધારા સાથે 3,287.37ના સ્તર પર જોવા મળી રહ્યો છે.