ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India ફરી ઘટાડા સાથે શરૂ થયું શેરબજાર - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે સેન્સેક્સ 16.32 પોઈન્ટ અને નિફ્ટી 2.20 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. Share Market India

Share Market India ફરી ઘટાડા સાથે શરૂ થયું શેરબજાર
Share Market India ફરી ઘટાડા સાથે શરૂ થયું શેરબજાર

By

Published : Aug 24, 2022, 10:20 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Share Market India) ઘટાડા સાથે થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 16.32 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 59,014.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચન્જનો નિફ્ટી (Nifty) 2.20 પોઈન્ટ (0.01 ટકા) તૂટીને 17,579.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોસંસદીય સમિતિએ આ મોટી ટેક કંપનીઓને બોલાવી

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 66.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.33 ટકાના ઘટાડા સાથે 28,359.10ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.16 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.06 ટકા તૂટીને 15,086.13ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 1.36 ટકાના ઘટાડા સાથે 19,237.93ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.09 ટકાના ઘટાડા સાથે 3,240.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોરોકાણ કરવા માટે અદાણીનો શેર બેસ્ટ, સતત તેજીમાં માર્કેટ

આજે આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેએનડીટીવી (NDTV), ટીસીએસ (TCS), ચેન્નઈ પેટ્રો (Chennai Petro), તાતા મોટર્સ (Tata Motors), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL), એચઓઈસી (HOEC), અરવિંદ સ્માર્ટસ્પેસીઝ (Arvind Smartspaces), મારૂતિ સુઝૂકી (Maruti Suzuki), એલજી બાલક્રિષ્નન (LG Balkrishnan), સીએએમએસ (CAMS).

ABOUT THE AUTHOR

...view details