ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: એક જ દિવસમાં શેરબજારમાં U ટર્ન, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના બીજા દિવસે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 200.94 પોઈન્ટ (0.38 ટકા)ના ઘટાડા સાથે 52,960.34ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 80 પોઈન્ટ (0.51 ટકા) નબળાઈ સાથે 15,750ની આસપાસ જોવા મળી રહ્યો છે.

Share Market India: એક જ દિવસમાં શેરબજારમાં U ટર્ન, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો
Share Market India: એક જ દિવસમાં શેરબજારમાં U ટર્ન, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

By

Published : Jun 28, 2022, 10:12 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 200.94 પોઈન્ટ (0.38 ટકા)ના ઘટાડા સાથે 52,960.34ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 80 પોઈન્ટ (0.51 ટકા) નબળાઈ સાથે 15,750ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-આજથી GST કાઉન્સિલની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ શેર્સ ચર્ચામાં રહેશે -જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GMR Infrastructure), સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ (Star Health and Allied Insurance), કેપ્રિ ગ્લોબલ કેપિટલ (Capri Global Capital), બ્રિગેડ એન્ટરપ્રાઈઝ (Brigade Enterprises), સ્ટર્લિંગ ટૂલ્સ (Sterling Tools), બિલકેર (Bilcare), જીઆરપી (GRP), ધની સર્વિસીઝ (Dhani Services), ઈન્ડિયન કાર્ડ ક્લોથિંગ (Indian Card Clothing).

આ પણ વાંચો-બોન્ડ પર પૈસા લગાવતા પહેલા જાણો ખાસયિત, જાણો આ રીતે થશે રોકાણ

વૈશ્વિક બજારની સ્થિતિ -એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 65 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.16 ટકાના ઘટાડા સાથે 26,827.88ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.10 ટકા ગગડ્યો છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.83 ટકાના ઘટાડા સાથે 15,418.86ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.85 ટકાની નબળાઈ સાથે 22,041.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સિવાય કોસ્પી 0.30 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.50 ટકાના ઘટાડા સાથે 3,362.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details