ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India બીજા દિવસે શેરબજારની અમંગળ શરૂઆત - Share Market India Update

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત નબળી થઈ છે. આજે સવારે સેન્સેક્સ 361.86 પોઈન્ટ અને નિફ્ટી 114.70 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. Share Market India, Sensex, Nifty.

Share Market India બીજા દિવસે શેરબજારની અમંગળ શરૂઆત
Share Market India બીજા દિવસે શેરબજારની અમંગળ શરૂઆત

By

Published : Aug 23, 2022, 9:44 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 361.86 પોઈન્ટ (0.62 ટકા)ના ઘટાડા સાથે 58,412.01ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 114.70 પોઈન્ટ (0.66 ટકા) તૂટીને 17,376ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોકૌંટુંબિક બજેટ ખોરવાઈ રહ્યું છે, આવી મસ્ત રીતે કરી શકાય મેનેજ

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેએનટીપીસી (NTPC), આરબીએલ બેન્ક (RBL Bank), ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ (TVS Electronics), લેમન ટ્રી હોટેલ્સ (Lemon Tree Hotels), એમઈપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સ (MEP Infrastructure Developers).

આ પણ વાંચોયુનિવર્સલ ચાર્જર મોડલ પર મંતવ્યો મેળવવા માટે કેન્દ્ર સરકાર બનાવશે પેનલ

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 71.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.17 ટકાના ઘટાડા સાથે 28,456.92ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.45 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.79 ટકા ઘટીને 15,124.66ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.95 ટકાના ઘટાડા સાથે 19,469.54ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પી 0.79 ટકા તૂટ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.30 ટકાના ઘટાડા સાથે 3,268ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details