અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ આજનો દિવસ શેરબજાર માટે (Share Market India) મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 776.72 પોઈન્ટ (1.37 ટકા)ના ઉછાળા સાથે 57,356.61ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 246.85 પોઈન્ટ (1.46 ટકા)ના વધારા સાથે 17,200.80ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-સાવધાન: નવી વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો? તો છેતરપિંડી કરનારાઓથી આ રીતો બચી શકો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -અદાણી પોર્ટ્સ (Adani Ports) 5.81 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 5.73 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 5.05 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 4.11 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.86 ટકા.