અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 461.44 પોઈન્ટ (0.77 ટકા)ના ઘટાડા સાથે 59,715.06ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 128.60 પોઈન્ટ (0.72 ટકા) તૂટીને 17,828.80ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો-Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય
વૈશ્વિક બજારની સ્થિતિ -આ તમામની વચ્ચે આજે એશિયન બજારમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 154 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહી છે. તો નિક્કેઈ લગભગ 1.89 ટકાના ઘટાડા સાથે 27,262.05ની આસપાસ જોવા મળી રહ્યું છે. આ સિવાય સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.51 ટકાની નબળાઈ જોવા મળી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.96 ટકા તૂટીને 17,456.01ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.78 ટકાના ઘટાડા સાથે 22,101.29ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.92 ટકા તૂટીને વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.68 ટકાના ઘટાડા સાથે 3,542.94ના સ્તર પર જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો-Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'
આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો - ટીસીએસ (TCS), કોલ ઇન્ડિયા (Coal India), બંધન બેન્ક (Bandhan Bank), ત્રિવેણી એન્જિનયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (Triveni Engineering and Industries), એફડીસી (FDC), સારેગામા (Saregama), ટાટા સ્ટીલ (Tata Steel), ટાટા કન્ઝ્યૂમર (Tata Consumer), પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp) જેવા શેર્સમાં રોકાણ કરવાથી ફાયદો થશે.