ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, શેરબજારમાં છેલ્લા દિવસે જાગી આશા - Global Stock Market

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 217.92 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 60.40 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, શેરબજારમાં છેલ્લા દિવસે જાગી આશા
Share Market India: સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, શેરબજારમાં છેલ્લા દિવસે જાગી આશા

By

Published : Apr 29, 2022, 9:50 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 217.92 પોઈન્ટ (0.38 ટકા)ની મજબૂતી સાથે 57,738.98ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 60.40 પોઈન્ટ (0.35 ટકા)ના ઉછાળા સાથે 17,305.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat: પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માગતા હોય તો આજે યોગ્ય દિવસ...

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે-વેદાન્તા (Vedanta), બાયોકોન (Biocon), ઈન્ડિયામાર્ટ (Indiamart), તાતા પાવર (Tata Power), તાતા મોટર્સ (Tata Motors), એક્સિસ બેન્ક (Axis Bank).

આ પણ વાંચો-સોનું ખરીદવું હોય તો ઉત્તમ સમય પણ ચાંદી ખરીદવા જોવી પડશે રાહ

વૈશ્વિક બજાર પર નજર -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 63.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.88 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 1.07 ટકાના ઉછાળા સાથે 16,594.67ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.01 ટકાના ઘટાડા સાથે 20,071.05ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.69 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.09 ટકાના વધારા સાથે 2,978.17ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details