અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 900.65 પોઈન્ટ (1.66 ટકા)ના ઘટાડા સાથે 53,307.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 268.90 પોઈન્ટ (1.66 ટકા) તૂટીને 15,971.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Petrol Diesel Price in Gujarat: ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર પણ આ શહેરમાં થયો ઘટાડો