ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 431 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 431.11 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 116.10 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 431 પોઈન્ટ તૂટ્યો
Share Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 431 પોઈન્ટ તૂટ્યો

By

Published : Apr 27, 2022, 9:49 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 431.11 પોઈન્ટ (0.75 ટકા)ના ઘટાડા સાથે 56,926.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 116.10 પોઈન્ટ (0.67 ટકા) તૂટીને 17,084.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-Gold and silver prices In Gujarat : ગુજરાતમાં આજના સોના-ચાંદીના ભાવ પર એક નજર...

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - શેફલર ઇન્ડિયા (Schaeffler India), મહિન્દ્રા લોજિસ્ટિક્સ (Mahindra Logistics), બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), ઈન્ફોસિસ (Infosys), વિપ્રો (Wipro), એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU Small Finance Bank), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), તાતા કોફી (Tata Coffee), યુનાઈટેડ બ્રેવરિઝ (United Breweries).

આ પણ વાંચો-Vegetables Pulses Prices: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચ્યા

વૈશ્વિક બજારની સ્થિતિ - આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 157.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.88 ટકાના ઘટાડા સાથે 26,198.79ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.23 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 2.23 ટકા તૂટીને 16,274.08ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.36 ટકાના વધારા સાથે 19,862.34ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.12 ટકાના વધારા સાથે 2,883.06ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details