અમદાવાદઃ ભારતીય શેરબજારમાં (Share Market India) છેલ્લા દિવસે રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે, આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Sensex) 431.48 પોઈન્ટ (0.73 ટકા)ના વધારા સાથે 59,466.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 161.10 પોઈન્ટ (0.91 ટકા)ના ઉછાળા સાથે 17,800.65ના સ્તર પર બંધ થયો છે.
નિષ્ણાતોના મતે-વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરના પરિણામો ટૂંક સમયમાં શરૂ થશે અને બજારની મધ્યમગાળાની દિશાનો આધાર તેના પર રહેશે. નવી પરિણામ સિઝન કોર્પોરેટ્સ માટે એક લિટમસ ટેસ્ટ જેવી છે. જો તેઓ ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિને ગ્રાહકો પર પસાર કરવામાં સફળ રહ્યાં છે. તો એક વાત નક્કી છે કે, નવા વર્ષ માટેના અર્નિંગ્સ અંદાજમાં પોઝીટીવ રિરેટિંગ જોવા મળી શકે છે.
રવિ માર્કેટિંગ સિઝન પાછળ વપરાશી માગમાં તેજી પરત આવવાની શક્યતા -વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર અજય સરાઓગીએ વધુમાં ઉમેંર્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રે પણ બમ્પર રવિ માર્કેટિંગ સિઝન પાછળ વપરાશી માગમાં તેજી પરત ફરે તેવી શક્યતાં છે, જેનો લાભ ઓટો જેવી કન્ઝ્યૂમર સેન્ટ્રિક ઈન્ડસ્ટ્રીઝને થઈ શકે છે. વર્તમાન ભાવે ઓટોમોબાઈલ શેર્સ વાજબી ભાવે ટ્રેડ થઈ રહ્યાં છે. તેમાં ઘટાડે ખરીદીનું વિચારી શકાય. PSU શેર્સમાં પણ લેવાલી જોવા મળી રહી છે. સરકાર મે મહિનામાં LICના IPOને લોન્ચ કરે તેવી અટકળો છે. જ્યાં સુધી બજારમાં ગરમી જળવાઈ શકે છે. નિફ્ટીમાં 18,300-18,400ની રેન્જમાં સપોર્ટ મળી શકે છે. ઘટાડે ખરીદવાનો વ્યૂહ જાળવી રાખવાનું સૂચન છે. છેલ્લાં ત્રણ દિવસોમાં ઘટાડા દરમિયાન બ્રોડ માર્કેટ મક્કમ રહ્યું છે, જે દર્શાવે છે કે, બીજી અને ત્રીજી હરોળમાં પણ ઈન્ટરેસ્ટ પરત ફરી રહ્યો છે.
આ પણ વાંચો-રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો