ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: ચોથા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 115.48 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 33.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: ચોથા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો
Share Market India: ચોથા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો

By

Published : Mar 31, 2022, 3:40 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 115.48 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 58,568.51ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 33.50 પોઈન્ટ (0.19 ટકા)ના ઘટાડા સાથે 17,464.75ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-PAN-Aadhaar Link Date :પાન આધાર લિક કરવાની છેલ્લી તારીખ વધારાઈ, ફ્રિ સેવા થશે ખતમ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ -આજે દિવસભર બ્રિટેનિયા (Britannia) 2.17 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 2.15 ટકા, એચયુએલ (HUL) 1.64 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.50 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) 1.43 ટકા ઉંચકાયા છે. જ્યારે હિન્દલ્કો (Hindalco) -5.19 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -3.05 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.63 ટકા, રિલાયન્સ (Reliance) -1.54 ટકા, વિપ્રો (Wipro) -1.52 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'

સોનાની કિંમત પર નજર - આજે બુલિયન માર્કેટમાં (Bullion Market) સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જોકે, જ્વેલરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 5,100 રૂપિયાની ઉપર ચાલી રહ્યો છે. ગઈકાલે સોનાની કિંમત 51,449 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદીની કિંમત 66,581 રૂપિયા ચાલૂ રહી છે. 24 કેરેટ સોનાની કિંમત 51,435 રૂપિયા પર ખૂલ્યું હતું. ગઈકાલે મંગળવારે બુલિયન બજારમાં (Bullion Market) સોનાની કિંમત 51,339 રૂપિયા પર બંધ થયો હતો. આજે કિંમતમાં 14 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત 51,229 રૂપિયા રહી હતી. જ્યારે હવે 22 કેરેટ સોનાની સ્પોટ કિંમત 47,114 રૂપિયા રહી હતી. તો 18 કેરેટની કિંમત 38,576 રૂપિયા પર પહોંચ્યો હતો. આજે 14 કેરેટ સોનાની કિંમત 30,089 રૂપિયા રહી હતી.

ABOUT THE AUTHOR

...view details