ગુજરાત

gujarat

By

Published : Apr 6, 2022, 3:40 PM IST

ETV Bharat / business

Share Market India: સતત બીજા દિવસે વખત શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 566 નિફ્ટી 149 પોઈન્ડ ગગડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 566.09 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 149.75 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: સતત બીજા દિવસે વખત શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 566 નિફ્ટી 149 પોઈન્ડ ગગડ્યો
Share Market India: સતત બીજા દિવસે વખત શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 566 નિફ્ટી 149 પોઈન્ડ ગગડ્યો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 566.09 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 59,610.41ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 149.75 પોઈન્ટ (0.83 ટકા)ના ઘટાડા સાથે 17,807.65ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ- આજે દિવસભર કોલ ઈન્ડિયા (Coal India) 3.09 ટકા, આઈઓસી (IOC) 2.81 ટકા, એનટીપીસી (NTPC) 2.62 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 1.83 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.67 ટકા ઉંચકાયા છે. જ્યારે એચડીએફસી બેન્ક (HDFC Bank) -3.63 ટકા, એચડીએફસી (HDFC) - 3.32 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -2.47 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.01 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.96 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક

ભારતપે લાવશે IPO -ભારતપે કંપની દોઢથી 2 વર્ષમાં પોતાનો IPO (BharatPe Company IPO) લાવી શકે છે. કંપનીના CEO સુહૈલ સમીરે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીએ પહેલા પોતાની ઈમેજ સંપૂર્ણ રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ વર્ષ 2022-23ના અંત સુધી 30 કરોડ ડોલરની આવક મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે સંપૂર્ણ ધ્યાન આ ટાર્ગેટને મેળવવા પર છે. ત્યારબાદ ભારતપેનો IPO આવશે.

ABOUT THE AUTHOR

...view details