ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India આજે ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત - World Stock Market

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજારની ફ્લેટ Share Market India શરૂઆત થઈ છે. આજે સવારે સેન્સેક્સ Sensex 71.69 પોઈન્ટ અને Nifty 22.40 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India આજે ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત
Share Market India આજે ત્રીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત

By

Published : Aug 17, 2022, 9:49 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની ફ્લેટ (Share Market India) શરૂઆત થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 71.69 પોઈન્ટ (0.12 ટકા)ના વધારા સાથે 59,913.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 22.40 પોઈન્ટ (0.13 ટકા)ના ઉછાળા સાથે 17,847.65ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો2029 સુધીમાં ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે છે

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંસિપ્લા (Cipla), એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીઝ (SBI Cards and payment services), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), ભારત ગિયર્સ (Bharat Gears), સિંગર ઇન્ડિયા (Singer India), બજાજ હિન્દુસ્તાન સુગર (Hindustan Sugar), ટેકનો ઈલેક્ટ્રોનિક એન્ડ એન્જિનિયરિંગ કો લિમિટેડ (Techno Electronic and Engineering Co Ltd), મેક્સ હેલ્થકેર (Max Healthcare).

આ પણ વાંચોઅમૂલે દૂધમાં ભાવ વધારો કરતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 28 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.80 ટકાના વધારા સાથે 29,099ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.44 ટકાની તેજી જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.20 ટકાના વધારા સાથે 15,450.13ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 0.34 ટકાની તેજી સાથે 19,897.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.51 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.15 ટકાના ઘટાડા સાથે 3,272.83ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details