ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: નબળાઈ સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો - GST ગૃપ ઓફ મિનિસ્ટર્સ બેઠક

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ઉછાળા સાથે શરૂ થયેલું શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,045.60 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 331.55 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: નબળાઈ સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો
Share Market India: નબળાઈ સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો

By

Published : Jun 16, 2022, 3:50 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ઉછાળા સાથે શરૂ થયેલું શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,045.60 પોઈન્ટ (1.99 ટકા)ના ઘટાડા સાથે 51,495.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 331.55 પોઈન્ટ (2.11 ટકા) 15,360.60ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ આખરે ચોથા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી આવી હતી. તેમ છતાં રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

GST અંગે કાલે મહત્વની બેઠક - GST પર બનેલી ગૃપ ઓફ મિનિસ્ટર્સની (GST Group of Ministers meeting) આવતીકાલે મહત્વની બેઠક યોજાશે. તેમાં દર, સ્લેબ અને ઝીરો રેટેડ આઈટમ્સની યાદી અંગે ચર્ચા કરાશે. જોકે, વર્તમાન સ્થિતિ અને મોંઘવારીને જોતા દરોમાં વધારો કે કોઈ પણ પ્રકારનો ફેરફારના નિર્ણય પર પ્રતિબંધ ટળી શકે છે.

આ પણ વાંચો-શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -નેશલે (Nestle) 0.47 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.14 ટકા.

આ પણ વાંચો-વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો

સૌથી વધુ ગગડેલા શેર્સ -હિન્દલ્કો (Hindalco) - 6.63 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -6.28 ટકા, ઓએનજીસી (ONGC) -5.48 ટકા, કૉલ ઈન્ડિયા (Coal India) -5.45 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -5.22 ટકા.

ABOUT THE AUTHOR

...view details