ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સતત બીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર - ભારતીય શેરબજાર ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ (Sensex) 214.17 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 42.70 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો છે.

Share Market India: સતત બીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર
Share Market India: સતત બીજા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર

By

Published : Aug 3, 2022, 3:43 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 214.17 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 58,350.53ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 42.70 પોઈન્ટ (0.25 ટકા)ની મજબૂતી સાથે 17,388.15ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.92 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.51 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.47 ટકા, ટીસીએસ (TCS) 1.48 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 1.28 ટકા.

આ પણ વાંચો-ભારતનો સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર જુલાઈ દરમિયાન થયો સૌથી નીચો

સૌથી વધુ ગગડેલા શેર્સ -સન ફાર્મા (Sun Pharma) -2.25 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -2.22 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -1.77 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.78 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -1.49 ટકા.

ABOUT THE AUTHOR

...view details