અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 86.61 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 54,395.23ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 4.60 પોઈન્ટ (0.03 ટકા) તૂટીને 16,216ના સ્તર પર બંધ થયો છે. જોકે, શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી જ થઈ હતી. તેના કારણે આજે રોકાણકારોના પૈસા ધોવાયા હતા.
પહેલા જ ક્વાર્ટરમાં પરિણામ મિશ્ર રહેવાની શક્યતા -નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં (The first quarter of the fiscal year) કંપનીઓના પરિણામ મિશ્ર રહેવાની શક્યતા છે. ગયા વર્ષે નાના બેઝના કારણે પ્રોફિટના આંકડામાં ઉછાળો જોવા મળશે, પરંતુ ઉત્પાદન કિંમતમાં વધારાના કારણે કંપનીઓના માર્જિન પર દબાણ જોવા મળી શકે છે. મહામારી પછીના દોર પછી આવતા એપ્રિલ-જૂનના આ ક્વાર્ટર પહેલું સામાન્ય ક્વાર્ટર (The first quarter of the fiscal year) હશે, જેમાં કોરોનાના કારણે કોઈ મુશ્કેલી નહીં આવે.
આ પણ વાંચો-પેન્શનધારકોને લઈને EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે મળશે લાભ