અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 257.43 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 59,031.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચન્જનો નિફ્ટી (Nifty) 86.80 પોઈન્ટ (0.50 ટકા)ના ઉછાળા સાથે 17,577.50ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની શરૂઆત નબળી (Share Market India) થઈ તેમ છતાં ઉછાળા સાથે બજાર બંધ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોકૌંટુંબિક બજેટ ખોરવાઈ રહ્યું છે, આવી મસ્ત રીતે કરી શકાય મેનેજ