અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 306.01 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 55,766.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 88.45 પોઈન્ટ (0.53 ટકા) તૂટીને 16,631ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-એલોન મસ્કે ચીન અને ક્રિપ્ટોકરન્સી પર કરી આ મોટી વાત...જાણો શું છે એ...
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -તાતા સ્ટીલ (Tata Steel) 2.61 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.19 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 2.05 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.67 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.65 ટકા.
આ પણ વાંચો-જાણો કેવી છે, આઇફોન 14 પ્રો મેક્સની ડિઝાઇન અને ફિચર્સ
સૌથી વધુ ગગડેલા શેર્સ -એમ એન્ડ એમ (M&M) -3.68 ટકા, રિલાયન્સ (Reliance) -3.19 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -2.53 ટકા, ઓએનજીસી (ONGC) -2 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.85 ટકા.