અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 89.13 પોઈન્ટ (0.15 ટકા)ની મજબૂતી સાથે 58,387.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 15.50 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 17,397.50ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સવારે શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. ત્યારે આજે આખો દિવસ શેરબજારમાં (Share Market India) તેજી જોવા મળી હતી.
નિષ્ણાતના મતે -ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, RBIએ અપેક્ષા મુજબ રેપો રેટમાં (RBI Repo Rate) 50 bpsનો વધારો કર્યો છે, જે ફૂગાવાને કાબૂમાં રાખવા પર ફોકસ દર્શાવે છે. રેટમાં વધારા પછી બોન્ડ માર્કેટ ઠંડું થવાની ધારણા છે અને નાણાકીય વર્ષ 2023માં ભારતની GDP વૃદ્ધિ 7.2 ટકા પર મજબૂત રહેવાની RBIની અપેક્ષા બજાર માટે સારા સંકેત આપશે. આ તીવ્ર વધારા છતાં RBIને ફૂગાવો તેના કમ્ફર્ટ ઝોનથી ઉપર રહેવાની અપેક્ષા છે અને તેણે નાણાકીય વર્ષ 2023 માટે તેના CPI ફૂગાવાના અનુમાનને 6.7 ટકા જાળવી રાખ્યું છે. આગામી સપ્તાહ માટે ફાઈનાન્સ, ઑટો અને હોમ લોન કંપનીઓ દબાણ હેઠળ હોઈ શકે છે. જ્યારે કેમિકલ્સ, મેટલ્સ અને ITમાં ઊંચા વેપાર થવાની ધારણા છે.
આ પણ વાંચો-જાણો, સારો ક્રેડિટ સ્કોર જાળવવો કેટલો જરૂરી અને તે કેવી રીતે બનાવવો?