અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારોની આશા પર પાણી ફરી ગયું છે અને તેમણે રડવાનો વારો આવ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,016.84 પોઈન્ટ (1.84 ટકા)ના ઘટાડા સાથે 54,303.44ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 276.30 પોઈન્ટ (1.68 ટકા) તૂટીને 16,201.80ના સ્તર પર બંધ થયો છે.
શેરબજાર તૂટ્યું તેના કારણો-કાચા તેલની કિંમત, FIIની વેચવાલી, અમેરિકામાં મોંઘવારીના આંકડા અને રૂપિયો નીચલા સ્તર પર આવવાથી આજે ભારતીય શેરબજાર 700થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. ઓઈલની કિંમત હજી વધવાના સંકેત, મોંઘવારીમાં ઉછાળા સહિત અનેક કારણોથી આજે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. ચોતરફી વેચવાલીના કારણે બજાર ખૂલ્યાના 5 મિનીટની અંદર જ રોકાણકારોના 2.50 લાખ કરોડ રૂપિયા જેટલા નાણા ડૂબી ગયા હતા. તેના કારણે રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો-શું છે, ભારતનો 2022-23 નો વિકાસ દર