અમદાવાદઃવૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યાં છે, ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત (Share Market India News) થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ (sensex) 577.42 પોઇન્ટ (1.10 ટકા)ના ઉછાળા સાથે 53,305.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી (nifty) 179 પોઇન્ટ (1.15 ટકા)ના વધારા સાથે 15,885ની આસપાસ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Share Market India: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 52,000ને પાર
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - ડો. રેડ્ડિઝ લેબોરેટરીઝ (Dr. Teddy's Laboratories), એકસિસ બેન્ક (Axis Bank), રેપકો હોમ ફાઇનાન્સ (Repco Home Finanace), ઝોમેટો (Zomato), સીએસબી ઇન્ડિયા (CSB India), ફેડરલ બેન્ક (ફેડરલ bank).
આ પણ વાંચો:સોનામાં રોકાણ કરવું હિતાવહ છે કે નહિ ?
વૈશ્વિક બજારની સ્થિતિ -એશિયન બજારમાં તેજી જોવા મળી રહી છે, ત્યારે એસજીએક્સ નિફ્ટી 200 પોઇન્ટ ઉપર જોવા મળી (Share Market India Update) રહ્યો છે. તો નિક્કેઈ 1.05 ટકાના ઉછાળા સાથે 26,768.77ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.3 ટકાના વધારા સાથે 15,651.30ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.77 ટકાની તેજી સાથે 22,310.91ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.82 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો શાંઘાઈ કોમ્પૉઝીટ 1.09 ટકાના ઉછાળા સાથે 3,386.10ના સ્તર પર જોવા મળ્યો છે.