અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી યથાવત્ રહી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 180.22 પોઈન્ટ (0.34 ટકા)ના ઉછાળા સાથે 52,973.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 60.15 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 15,842.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-Cement Shares Hike: સિમેન્ટ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો આજે થશે જોરદાર ફાયદો, જૂઓ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - આઈશર મોટર્સ (Eicher Motors) 7.74 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 4.04, એનટીપીસી (NTPC) 2.98 ટકા, યુપીએલ (UPL) 2.76 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.52 ટકા.