અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market Indai) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,158 પોઈન્ટ (2.14 ટકા)ના ઘટાડા સાથે 52,930.31ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 359.10 પોઈન્ટ (-2.22 ટકા) તૂટીને 15,808ના સ્તર પર બંધ થયો છે.
વિનસ પાઈપ્સ IPO:સ્ટેઈનલેસ પાઈપ અને ટ્યૂબ બનાવનારી કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સનો IPO (Venus Pipes IPO) આજે (ગુરુવારે) બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી 3.58 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. કંપનીનો IPO સાઈઝ 35.51 લાખ શેર્સનો છે, જેના બદલામાં તેને અત્યાર સુધી 1.27 કરોડ શેર્સ માટે બોલી મળી ચૂકી છે. વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સે IPO ખૂલ્યાના એક દિવસમાં જ એન્કર રોકાણકારો તરફથી 49.62 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આનાથી તેના IPOની સાઈઝ 50.74 લાખ શેર્સથી ઘટીને 35.51 લાખ શેર્સ થઈ ગઈ છે. જોકે, કંપનીએ પોતાના IPO માટે 310થી 326 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ રાખ્યો છે. જ્યારે એન્કર રોકાણકારોએ ઉપરી પ્રાઈસ બેન્ડ પર ઈશ્યુ સબ્સ્ક્રાઈબ કર્યો છે.
આ પણ વાંચો-RBI રેપો રેટમાં વધારો એ ફિક્સ્ડ ડિપોઝિટર્સ માટે વરદાન પણ લોનધારકોને નુકસાન