અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે)ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 21.86 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 52,815.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 6.10 પોઈન્ટ (0.04 ટકા)ના સામાન્ય વધારા સાથે 15,788.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-FMCG કંપનીઓ ફુગાવાના પડકારને પહોંચી વળવા પેકેટના વજનમાં કરી રહ્યું છે ઘટાડો
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - ટેક મહિન્દ્રા (Tech Mahindra), મારુતિ સુઝૂકી (Maruti Suzuki), આઈશર મોટર્સ (Eicher Motors), ડી માર્ટ (D Mart), બેન્ક ઓફ બરોડા (Bank of Baroda), ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ (Grasim Industries).
આ પણ વાંચો-આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા
વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 43.50 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.24 ટકાના વધારા સાથે 26,492.29ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.82 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.47 ટકાના ઉછાળા સાથે 15,906.58ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.38 ટકાના ઘટાડા સાથે 19,822.44ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.16 ટકા તૂટીને વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.49 ટકા તૂટીને 3,069.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.