ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે મોટું ગાબડું પણ આ શેર્સ કરાવી શકશે ફાયદો - વૈશ્વિક બજાર

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Sensex) 612.05 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 174.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે મોટું ગાબડું, આ શેર્સ કરાવી શકશે ફાયદો
Share Market India: શેરબજારમાં પહેલા દિવસે મોટું ગાબડું, આ શેર્સ કરાવી શકશે ફાયદો

By

Published : May 9, 2022, 9:33 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 612.05 પોઈન્ટ (1.12 ટકા)ના ઘટાડા સાથે 54,223.53ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 174.50 પોઈન્ટ (1.06 ટકા) તૂટીને 16,236.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat : રવિવાર બાદ આજે સોના ચાંદીમાં ધરખમ ઉછાળો

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો - લ્યુપિન (Lupin), ગો ફેશન (Go Fashion), ગ્રિન્ડવેલ નોર્ટન (Grindwell Norton), ભારત સિટ્સ (Bharat Seats), જીઓસીએલ કોર્પોરેશન (GOCL Corporation), સિયારામ સિલ્ક મિલ્સ (Siyaram Silk Mills), એસસીઆઈ (SCI), જીઈ શિપ (GE Ship), એસજેવીએન (SJVN), આઈઓસી (IOC).

આ પણ વાંચો-HDFC Bank Loan: HDFCએ ધિરાણ દરમાં આટલા ટકાનો કર્યો વધારો, હવે લોન લેવી થશે મોંઘી

વૈશ્વિક બજારની સ્થિતિ-આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 201.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 2.20 ટકાના ઘટાડા સાથે 26,410.30ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.01 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 1.91 ટકાના ઘટાડા સાથે 16,094.99ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 3.81 ટકાના ઘટાડા સાથે 20,001.96ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.86 ટકા નીચે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.10 ટકાના વધારા સાથે 3,004.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details