ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market Closing Bell : શેરબજારની તેજીને બ્રેક લાગી, ભારે એક્શન બાદ BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં બંધ

ગતરોજ રેકોર્ડ બ્રેકિંગ હાઈ બનાવ્યા બાદ ભારતીય શેરબજારને આજે અચાનક બ્રેક લાગી છે. શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex સપાટ અને NSE Nifty નજીવો ડાઉન ખુલ્યો હતો. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે શેરમાર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

Share Market Closing Bell
Share Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 4:50 PM IST

મુંબઈ :સોમવારના રોજ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા આજે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા હતા. જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 199 અને 65 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી.

BSE Sensex : આજે 16 જાન્યુઆરી મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 73,328 બંધની સામે 4 પોઈન્ટ વધીને 73,332 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 72,960 પોઈન્ટ ડાઉન અને 73,427 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex વધારા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 199 પોઈન્ટ ઘટીને 73, 129 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.27 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 65 પોઈન્ટ (0.29%) ઘટીને 22,032 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 22,097 બંધ સામે આજે 17 પોઈન્ટ ઘટીને 22,080 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,970 પોઈન્ટ સુધી ડાઉન અને 22,124 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 22,097 ના મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાઈટન કંપની (1.89%), મારુતિ સુઝુકી (0.85%), ટાટા મોટર્સ (0.65%), એશિયન પેઇન્ટ્સ (0.64%) અને લાર્સનનો (0.62%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-2.05%), વિપ્રો (-1.93%), એનટીપીસી (-1.84%), રિલાયન્સ (-1.43%) અને ઇન્ડસઇન્ડ બેંકનો (-1.29%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 634 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1529 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા સ્ટીલ, SBI, HDFC બેંક અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Updates : રેકોર્ડ બ્રેકિંગ રેલીને લાગી બ્રેક, ભારતીય શેરબજારની સપાટ શરૂઆત
  2. Bullish Share Market : કમુરતા હટ્યા ! BSE Sensex 73,400 અને NSE Nifty 22,110 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી

ABOUT THE AUTHOR

...view details